Monday, July 4, 2022

ખાડા, ખાબોચિયાં અને વરસાદ

 

આજે સવારે મુંબઈમા અંધેરી તરફ ધોધમાર વરસાદ પડ્યો. ત્યારબાદ થોડીવારે હૂં સ્કુટર પર 

રખડવા નીકળ્યો. મારા સુશીલ ધર્મપત્ની ને થોડી ખરીદી કરવી હતી, તે કરાવી દીધી. પછી 

તેને ઘરે ઉતારી આમતેમ ફરતો હતો. 


રસ્તામાં સારો સરખો ટ્રાફિક હતો. અને ખાડાઓમાં પાણી ભરાઈ જતાં, ખાબોચિયાં બની 

ગયા હતા. ઘણી જગ્યાઓ પર તો આખો રસ્તો પાણી થી ભરાઈ ગયો હતો. 


ટ્રાફિક, વરસાદ, ખાબોચિયાં અને ભરાયેલા પાણી માં સ્કુટર હાંકતા હાંકતા જ્ઞાન થયું કે:


  1. પાણી ભરેલા રસ્તા પર આપણુ સ્કુટર સતત ગતિશીલ હોય તો ગંદા પાણીમાં પગ
    મુકવો
    પડતો નથી.

  2. તેમજ સ્કુટર પર બરાબર balance maintain કરી રાખીયે તો કાદવ-કીચડ માં
    પગ મુકવો
    પડતો નથી.

  3. થોડુક વહેલું આગળ જોઈ લેવાથી મોટા ભાગના ખાડા સહેલાઈથી avoid કરાય છે.
    જે ખાડા avoid ન થાય, તેનો impact ઓછો કરી શકાય છે.

  4. સતત બદલાતા ટ્રાફિક ના પ્રવાહ સાથે મગજ ઠંડુ રાખી જેટલા જલ્દી adjust
    થઈયે એટલા જલદી મુકામે પહોંચી જવાય છે.

  5. પોતાનું અને સામાનનું વજન જેટલું ઓછું એટલું સ્કુટર વધારે fast દોડે છે.


બસ આવા ગાંડાઘેલા વિચારો કરતાં કરતાં પાછો પત્ની ની સેવામાં પહોંચી ગયો.


😌

No comments:

Post a Comment