Wednesday, April 10, 2019

તું મને શોધે છે ક્યાં


તું મને શોધે છે ક્યાં,
હૂં તો છું, અહિયાં નો અહિયાં.

જગત ની જાગૃત જંજાળ હોય કે નીન્દર ના મીઠા ખ્વાબ.
નદી, પર્વત, ઝીલ, ઝાડ હોય કે અનંત આભ.
વસુ છું સૃષ્ટિ ના કણકણ માં,
તારી સાથે રહું છું ક્ષણેક્ષણ માં

અદૃશ્ય નથી, સાવ સામે જ છું,
ખોવાયો નથી, તારા ખોબા માં જ છું.

ઝંખું છું હે વ્હાલા, તારા વિયોગ ની મુક્તિ ને,
ઝંખું છું એ આનંદ ની અનુભૂતિ ને.

ચાલ, ઝટ કર, ખોલી દે પાંપણ ના પડદા,
આપી દિધા છે મેં તને, મારા સર્વે સરનામા,
હવે પુછતો નહીં કે, તું છે ક્યાં,
હૂં તો છું, અહિયાં નો અહિયાં.